તહેરાન: ઈરાન (Iran) માં યુક્રેનનું પેસેન્જર પ્લેન ક્રેશ થયાની ખબર પહેલા જ ત્યાં ભૂકંપ (Earthquake) ના ઝટકા મહેસૂસ થયા હતાં. ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી. એવું કહેવાય છે કે બુશેહરના પરમાણુ ઉર્જા કેન્દ્રની પાસે ભૂકંપના ઝટકા મહેસૂસ કરાયા. તે અગાઉ તહેરાન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુક્રેનનું વિમાન ક્રેશ થયા હોવાના અહેવાલ આવ્યાં હતાં. આ વિમાનમાં 180 જેટલા મુસાફરો સવાર હતાં. વિમાન ક્રેશ થયું તેના 6 મિનિટ પહેલા જ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈરાન: યુક્રેનનું પેસેન્જર વિમાન તહેરાનમાં ક્રેશ, 180 મુસાફરો હતા સવાર


ઈરાનમાં જે ઘટનાઓ ઉપરાછાપરી જોવા મળી રહી છે તેનાથી બધાના હ્રદયના ધબકારા વધી ગયા છે. ઈરાને આજે ઈરાકમાં અમેરિકાના બે સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલો કર્યો. ગણતરીના કલાકોમાં યુક્રેનનું એક પેસેન્જર વિમાન તહેરાન એરપોર્ટ પાસે ક્રેશ થયું. જેમાં ક્રુ મેમ્બર્સ સહિત 180 લોકો સવાર હતાં. ત્યારબાદ ઈરાનમાં ભૂકંપના બે આંચકા આવ્યાં  તેવા અહેવાલ આવ્યાં. રિક્ટર સ્કેલ પર પહેલો આંચકો 5.5નો હતો જ્યારે બીજો આંચકો 4.9નો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube